પાદરામાં જાહેરમાં તલવાર સાથે દોડાવનાર 6 શખ્સોની પાદરા પોલીસે કરી અટકાયત.
પાદરામાં જાહેરમાં તલવાર સાથે દોડાવનાર 6 શખ્સોની પાદરા પોલીસે કરી અટકાયત.
Published on: 27th May, 2026

પાદરા શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી તલવાર સાથે દોડાદોડી કરનાર 6 યુવકોનો વીડિયો વાઈરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે પાદરા પોલીસે જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી કુલ 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે ભયલુસિંઘ રમેશ વસાવા (ઉ.22) છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હતો. આ કાર્યવાહી અંદરોઅંદર બબાલના પગલે સોંટ્ટો પાડવા માટે કરવામાં આવી હતી.