વાઘોડિયા નગરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબોનું અનાજ કાળાબજારીમાં ઝડપાયું.
વાઘોડિયા નગરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબોનું અનાજ કાળાબજારીમાં ઝડપાયું.
Published on: 27th May, 2026

વાઘોડિયા નગર પાલિકા વિસ્તારની મનમોહન પાર્ક સોસાયટીમાં જયસ્વાલ દર્શનકુમાર હરેશની દુકાન પરવાના નંબર 54/2015ની ત્યાં મોડીરાતે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતો ઝડપાયો હતો. વાઘોડિયા મામલતદારે બાતમીને આધારે સ્થાનિક પોલીસ સાથે રેડ કરી અનાજનો જથ્થો સગેવગે કરતા સંચાલક અને પીકઅપ ચાલકને ઝડપી પાડયો હતો. ગરીબોને રાહત દરનું અનાજ આપવાના બદલે દુકાન સંચાલક દ્વારા કાળાબજારીમાં વેચાઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી હતી.