અમદાવાદમાં લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ
અમદાવાદમાં લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ
Published on: 08th October, 2026

અમદાવાદના જગતપુર રોડ પર એક લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કાર ચાલક રસ્તા પર દોડતી કારના દરવાજા ખોલીને જોખમી સ્ટંટ કરતો દેખાય છે. આ કાર પર નંબર પ્લેટ પણ નહોતી, જે ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે. વીડિયો વાયરલ થયા બાદ યુવકે તેને ડિલીટ કરી દીધો હતો. જાહેર માર્ગો પર આવા સ્ટંટ અન્ય લોકો માટે જીવલેણ બની શકે છે. ટ્રાફિક પોલીસે સ્ટંટ કરનાર યુવકોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.