જોગવડમાં મહિલા સંચાલિત ગાંજાના‎ વેંચાણનો ઘટસ્ફોટ
જોગવડમાં મહિલા સંચાલિત ગાંજાના‎ વેંચાણનો ઘટસ્ફોટ
Published on: 19th June, 2026

જામનગર-ખંભાળિયા હાઈવે પર જોગવડ ગામ નજીક મેઘપર પોલીસે નશાના વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રામદૂતનગર પાછળ એક ભાડાની ઓરડી પર દરોડો પાડી ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાની સુનીતાબેન વિંધ્યાચલ યાદવ નામની મહિલાને 648 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી છે. પોલીસે 32,400 રૂપિયાની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. મહિલાએ રાકેશ નામના સપ્લાયર પાસેથી આ ગાંજો મેળવ્યો હોવાનું કબૂલ્યું છે, જે હાલ ફરાર છે. મેઘપર પોલીસે સુનીતાબેન અને ફરાર સપ્લાયર રાકેશ સામે NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.