અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ગેરકાયદે શાક માર્કેટનું દબાણ દૂર
અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ગેરકાયદે શાક માર્કેટનું દબાણ દૂર
Published on: 19th June, 2026

અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે રીતે ચાલતું શાક માર્કેટનું દબાણ આખરે અંકલેશ્વર પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ માર્કેટનો અમુક ભાગ PWDની માલિકીની જમીન પર અને બાકીનો ભાગ નગરપાલિકાની સરકારી જમીન પર ઉભો કરાયો હતો, જેના માટે કોઈ સત્તાવાર મંજૂરી કે લાયસન્સ લેવાયું ન હતું. ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના ભયને કારણે પાલિકાએ કાયદાનું પાલન કરાવવા કડક પગલાં લીધા છે. નાના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા ચાલી રહી છે.