83 વર્ષીય શારદા મંદિર અને 60 વર્ષીય આર.સી. પટેલ શાળામાં ગુજરાતી માધ્યમ બંધ.
83 વર્ષીય શારદા મંદિર અને 60 વર્ષીય આર.સી. પટેલ શાળામાં ગુજરાતી માધ્યમ બંધ.
Published on: 27th May, 2026

શહેરની બે જૂની શાળાઓ, 83 વર્ષ જૂની શારદા મંદિર વિદ્યાલય અને 60 વર્ષ જૂની આર.સી. પટેલ નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે ગુજરાતી માધ્યમ વિભાગ બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં વડોદરાની 9 ગ્રાન્ટેડ શાળાઓના ગુજરાતી માધ્યમને તાળાં વાગી ગયા છે. અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા લગાવ અને માતૃભાષા પ્રત્યે ઉદાસીનતાને કારણે દર વર્ષે લગભગ 2 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. ગ્રાન્ટેડ વર્ગ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 36 વિદ્યાર્થી હોવા જરૂરી છે.