MBBSના વિદ્યાર્થીઓને હવે સાત મહિનામાં પૂરો કરવો પડશે ૧૨ મહિનાનો કોર્સ
MBBSના વિદ્યાર્થીઓને હવે સાત મહિનામાં પૂરો કરવો પડશે ૧૨ મહિનાનો કોર્સ
Published on: 30th September, 2026

NEET પરીક્ષાનું પેપર લીક થવાથી અને બાદમાં પરિણામ જાહેર થતાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ કારણે એમબીબીએસ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ૧૨ મહિનાનો અભ્યાસક્રમ માત્ર સાત મહિનામાં પૂરો કરવો પડશે. વડોદરા મેડિકલ કોલેજમાં ૨૧ સપ્ટેમ્બરથી શિક્ષણ શરૂ થયું છે, જ્યારે નિયમ મુજબ ૩૦ એપ્રિલ સુધીમાં પ્રથમ વર્ષની પરીક્ષા લેવાની હોય છે. આ સ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી સર્જાઈ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજ વધે છે અને તેમને તણાવનો સામનો કરવો પડે છે.