શિક્ષક દિવસની ઉજવણી નિમિતે વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કર્યું સન્માન
શિક્ષક દિવસની ઉજવણી નિમિતે વિદ્યાર્થીઓએ શિક્ષકોનું કર્યું સન્માન
Published on: 06th September, 2026

અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલિજન્સના વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી, જેમાં શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરાયું. વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યોના વ્યક્તિત્વ અને શિક્ષણ પદ્ધતિ દર્શાવતા રમૂજી પોસ્ટર્સ બનાવ્યા, જેણે આનંદનું વાતાવરણ સર્જ્યું. પ્રો. (ડૉ.) મમતા બ્રહ્મભટ્ટે કહ્યું કે શિક્ષકો પ્રત્યેનું સન્માન માત્ર શુભેચ્છાઓ પૂરતું મર્યાદિત ન રહેતાં, તેમના ગુણોને જીવનમાં ઉતારવા દ્વારા વ્યક્ત થવું જોઈએ. વિદ્યાર્થીઓએ હાથથી બનાવેલી ભેટો, ચોકલેટ્સ અને ફોટો ફ્રેમ્સ આપી લાગણી વ્યક્ત કરી.