પોરબંદરમાં દિશા કમિટીની બેઠક: શિક્ષણ અને રમતગમતના વિકાસ પર કેન્દ્રિય મંત્રીનો ભાર
પોરબંદરમાં દિશા કમિટીની બેઠક: શિક્ષણ અને રમતગમતના વિકાસ પર કેન્દ્રિય મંત્રીનો ભાર
Published on: 14th June, 2026

પોરબંદરમાં યોજાયેલ દિશા કમિટીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ વિકાસ કાર્યોને વેગ આપવા સૂચના આપી. રેલવે સ્ટેશન રિસ્ટોરેશન, શિક્ષણનું સ્તર સુધારવા અને રમતગમતના મેદાનો વિકસાવવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો. તેમણે અધિકારીઓને ભૌતિક લક્ષ્યાંકો સાથે સંવેદનાપૂર્વક નાગરિક સેવા સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું. દરેક અધિકારીને શાળાના વાલી બનાવી શિક્ષણના સર્વાંગી વિકાસ માટે નવી પહેલ કરવાની પ્રેરણા આપી.