જૂનાગઢની સરકારી શાળાઓમાં શિક્ષણની દયનીય સ્થિતિ
જૂનાગઢની સરકારી શાળાઓમાં શિક્ષણની દયનીય સ્થિતિ
Published on: 20th August, 2026

જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય છે. વિદ્યાર્થીઓ માટે રમવા માટે મેદાન નથી, અને એક જ વર્ગખંડમાં બે ધોરણોને બેસાડવામાં આવે છે. આ ઉપરાંત, શૌચાલયો તૂટેલા છે, પીવાના પાણી પાસે ગંદકી છે, રસોડાની છતો ટપકે છે, અને બાળકોને જ સફાઈ કરાવવામાં આવે છે. જવાબદાર કર્મચારીઓની બેદરકારી અને જર્જરિત ઇમારતો વચ્ચે વિદ્યાર્થીઓ અસુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર છે.