૭૮ વર્ષીય અભિનેતા અશોક સરાફ, પત્ની સાથે ફરી બંધાયા લગ્નના તાંતણે.
૭૮ વર્ષીય અભિનેતા અશોક સરાફ, પત્ની સાથે ફરી બંધાયા લગ્નના તાંતણે.
Published on: 03rd July, 2026

મરાઠી અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અશોક સરાફે પોતાની પત્ની નિવેદિતા સાથે લગ્નની ૩૭મી વર્ષગાંઠ નિમિત્તે ફરી એકવાર સાત ફેરા લીધા છે. ૭૮ વર્ષની વયે પણ આ કપલનો અનોખો પ્રેમ અને વર-વધૂ જેવો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ૧૯૯૦માં ગોવાના 'મંગેશી મંદિર'માં લગ્ન કર્યા હતા. ઉંમરમાં ૧૮ વર્ષનો તફાવત હોવા છતાં, તેમનો પ્રેમ, વિશ્વાસ અને સન્માન અજોડ છે. અશોકે નિવેદિતા માટે પ્રેમભર્યો સંદેશ લખી, તેમને પોતાની શ્રેષ્ઠ મિત્ર અને તાકાત ગણાવી.