ભાવનગરમાં જિલ્લા અને મનપા કક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાશે
ભાવનગરમાં જિલ્લા અને મનપા કક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાશે
Published on: 25th September, 2026

ભાવનગરમાં જિલ્લા અને મહાનગરપાલિકા (મનપા) કક્ષાએ નવરાત્રિ રાસગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ ત્રણ વિભાગમાં યોજાશે. સંસ્થાઓ અને મંડળો 28મી સપ્ટેમ્બર બપોરે 12 કલાક સુધીમાં પોતાની પ્રવેશપત્રો ભરીને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર ખાતે મોકલી શકશે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મંડળો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે.