હિન્દુસ્તાની ભાઈનો સુમો પહેલવાન સાથે પંગો
હિન્દુસ્તાની ભાઈનો સુમો પહેલવાન સાથે પંગો
Published on: 26th August, 2026

કોર્પોરેટ ઈવેન્ટમાં અચાનક જાપાની સુમો પહેલવાન અને એક હિન્દુસ્તાની ભાઈ વચ્ચે થયેલો મજેદાર મુકાબલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક ભારતીય શખ્સે પોતાના પૂરા જોશ સાથે સુમો પહેલવાનને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુમો પહેલવાન તેની જગ્યાએથી ૧ ઇંચ પણ હલ્યો નહીં. ત્યારબાદ સુમોએ માત્ર ૫ સેકન્ડમાં જ તેને હવામાં ઊંચકીને પટકી દીધો. આ વીડિયો જોઈને લોકો હસી રોકી શકતા નથી.