જેનિફર લોપેઝે બેન એફ્લેકનું ટેટૂ દૂર કરાવ્યું, ડિવોર્સ બાદ ચર્ચામાં.
જેનિફર લોપેઝે બેન એફ્લેકનું ટેટૂ દૂર કરાવ્યું, ડિવોર્સ બાદ ચર્ચામાં.
Published on: 05th June, 2026

જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના 2025માં થયેલા ડિવોર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જેનિફરે બેન એફ્લેક પ્રત્યેના પ્રેમમાં તેના નામનું ટેટૂ કરાવ્યું હતું, પરંતુ હવે તેણે તેને કવર કરાવી લીધું છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. જેનિફરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ડિવોર્સ કપરા હતા પણ જરૂરી હતા. આ દરમિયાન, 'રેમ્બો' પ્રિક્વલમાં નોઆ સેન્ટિનિયો 'જોન રેમ્બો' તરીકે જોવા મળશે, જે જૂન 2027માં રિલીઝ થશે. ઓસ્કાર વિજેતા નિકોલસ કેજે કાયદેસર રીતે પોતાનું નામ બદલીને નિક કેજ કર્યું છે.