'ગુલ્લક'મા નવું શું છે?
 'ગુલ્લક'મા નવું શું છે?
Published on: 05th June, 2026

'ગુલ્લક' વેબ સિરીઝના ચાહકોને મજા પડે તેવી આ વાત છે. મિશ્રા ફેમિલી વિશે મસ્તમજાની વાત કરતા આ શોની પાંચમી સિઝન આવી ગઈ છે. સોનિલિવ પર આજથી જ એનું સ્ટ્રીમિંગ શરૂ થયું છે.  માધુરી દીક્ષિતની એક્ટિંગ મિસ કરો છો તમે? તો પછી સુરેશ ત્રિવેણી એ ડિરેકટ કરેલી 'મા બહેન' ફિલ્મ તમે જોઈ શકો છો. સીધી ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મ એક ક્રાઈમ-કોમેડી છે,  જેમાં તૃપ્તિ ડિમરી અને પેલી ફેમસ યુટયુબર ધરણા દીકરીઓ બની છે માધુરી દીક્ષિતની.