સિન્ટામાં પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરે સામે બળવો: આઠ સભ્યોનાં રાજીનામાં
સિન્ટામાં પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરે સામે બળવો: આઠ સભ્યોનાં રાજીનામાં
Published on: 11th August, 2026

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન-સિન્ટા-ની એક્ઝિક્યુટિવ કમિટીના આઠ સભ્યોએ પ્રમુખ પૂનમ ધિલ્લોન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપૂરે સામે બળવો પોકાર્યો છે. મુકેશ રિશી, વિન્દુ દારાસિંહ, પુનિત ઈસ્સાર સહિતના સભ્યોએ હોદ્દા છોડી દેતા સિન્ટામાં ખળભળાટ મચી ગયો છે. સભ્યોનો આરોપ છે કે બંને નેતાઓ અંગત કામો અને હેતુઓ માટે સંસ્થાના સ્ત્રોતોનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ સિન્ટાના વકીલોની મંજૂરી વિના અંગત વકીલો સાથે સરકારી ઓફિસોની મુલાકાત લીધી હતી, જેના કારણે સંસ્થાના કારોબારમાં અવ્યવસ્થા સર્જાઈ રહી છે.