બસમાં જગ્યા ન મળતાં મુસાફરનો અનોખો જુગાડ
બસમાં જગ્યા ન મળતાં મુસાફરનો અનોખો જુગાડ
Published on: 02nd September, 2026

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એસટી બસમાં ભારે ભીડને કારણે એક મુસાફરે બેસવાની જગ્યા ન મળતાં સામાન રાખવાના રેકને જ પોતાનો પલંગ બનાવી દીધો. આ અનોખા જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કંડક્ટરે તેને કડક શબ્દોમાં સમજાવીને નીચે ઉતાર્યો. આ ઘટનાએ મુસાફરોની સુવિધા અને તંત્રની વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે.