તૂર-થાળી વાદન અભ્યાસ વર્ગ: આદિવાસી સંસ્કૃતિને નવી પેઢીમાં જીવંત કરવાનો પ્રયાસ.
તૂર-થાળી વાદન અભ્યાસ વર્ગ: આદિવાસી સંસ્કૃતિને નવી પેઢીમાં જીવંત કરવાનો પ્રયાસ.
Published on: 25th May, 2026

વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત વાદ્યોને બચાવવા એક ઉત્તમ પહેલ શરૂ થઈ છે. ઘોડીઆ ભાષા સમિતિ અને ઘોડીઆ આદિવાસી નૃત્ય મંડળ, સિણધઈ દ્વારા તુર-થાળી વાદન અભ્યાસ વર્ગનું આયોજન કરાયું છે. આધુનિક યુગમાં અદ્રશ્ય થઈ રહેલા આદિવાસી લોકસંગીતને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. અભ્યાસ વર્ગમાં તુર, થાળી, નૃત્ય અને ગીતોની તાલીમ સાથે આદિવાસી લોકકલાનો પરિચય અપાશે. આયોજન 25-05-2026 થી સિણધઈ (રાજમલા), નવસારી ખાતે શરૂ થશે.