કંગના રનૌતની Gen Z પર ટિપ્પણી, વિશાલ દદલાણીનો સણસણતો પ્રહાર
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન Gen Z પર અભિનેત્રી કંગના રનૌતે કરેલી આકરા ટિપ્પણી સામે સંગીતકાર વિશાલ દદલાણીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. કંગનાએ યુવાનોની ભાષા અને વર્તનને 'અસભ્ય' ગણાવ્યું હતું અને તેમને 'જેનરેશન ગટર' કહ્યા હતા. આ મુદ્દે વિશાલ દદલાનીએ કંગના પર પ્રહાર કરતા કહ્યું કે, 'તમે ગાળો જાતે કમાઈ છે.' તેમણે યુવાનો પર થયેલા લાઠીચાર્જ અને હિંસાનો પણ ઉલ્લેખ કર્યો.
કંગના રનૌતની Gen Z પર ટિપ્પણી, વિશાલ દદલાણીનો સણસણતો પ્રહાર
રાજેશ ખન્નાના પ્રખ્યાત બંગલા 'આશીર્વાદ'ને 'ભૂતિયા', 'શાપિત' કે 'અનલકી' કહેવો ભારે પડશે!
બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના ઐતિહાસિક બંગલા ‘આશીર્વાદ’ને ‘ભૂતિયા’, ‘શાપિત’ અથવા ‘અનલકી’ ગણાવતા અહેવાલો અને યુટ્યુબ વીડિયોઝ સામે બૉમ્બે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બંગલાના વર્તમાન માલિકે નિરાધાર અને ભ્રામક દાવાઓ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીની સુનાવણી બાદ કોર્ટે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા ચેનલોને આવા આધારવિહોણા દાવાઓ પ્રસિદ્ધ કે પ્રસારિત કરવા પર મનાઈ ફરમાવતા મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.
રાજેશ ખન્નાના પ્રખ્યાત બંગલા 'આશીર્વાદ'ને 'ભૂતિયા', 'શાપિત' કે 'અનલકી' કહેવો ભારે પડશે!
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ ધ્વનિમતથી પસાર થયું છે. આ બિલ પર થયેલી ચર્ચા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ પર પણ તણાવ જોવા મળ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ બિલ પસાર કરવાની જાહેરાત કરી અને ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દીધું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે વિપક્ષના નેતા પર યુવાનોને 'મૂર્ખ' કહેવા અને બિનસંસદીય ભાષા વાપરવાનો આરોપ મૂક્યો. આ બિલ યુવાનોના ભવિષ્ય માટે મહત્વનું છે.
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે!
સંસદના ચોમાસુ સત્રમાં બે મહત્વના બિલ પસાર થયા છે. રાજ્યસભાએ "વંદે માતરમ"ને કાનૂની રક્ષણ આપતું બિલ મંજૂર કર્યું, જેના હેઠળ તેનું જાણીજોઈને અપમાન કરવા અથવા ગાવામાં અવરોધ ઉભો કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ, લોકસભાએ ઉગ્ર ચર્ચા વચ્ચે પેપર લીક વિરોધી બિલ ધ્વનિ મતથી પસાર કર્યું. સરકારનું કહેવું છે કે બંને કાયદા દેશના સાંસ્કૃતિક સન્માન અને પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા મજબૂત બનાવવાના હેતુથી લાવવામાં આવ્યા છે.
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે!
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'!
ગુજરાતમાં ચૂંટાયેલી મહિલાઓના બદલે તેમના પતિઓ દ્વારા વહીવટ ચલાવવાની પ્રથા સામાન્ય છે, પરંતુ પાટણ જિલ્લાની ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આ 'પતિરાજ' લોકોને ભારે પડ્યું છે. હારીજમાં વરસાદી પાણીના નિકાલના અભાવે અને ભ્રષ્ટાચારના મુદ્દે ત્રસ્ત લોકોએ નગરપાલિકાના મહિલા હોદ્દેદારોના પતિઓનો જાહેરમાં ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ આ પતિઓને પાણીની સમસ્યા મુદ્દે પ્રશ્નો પૂછ્યા અને પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'!
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ
લોકસભામાં 'એન્ટી પેપર લીક બિલ' પસાર થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી પર પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે સંસદમાં તેમને બોલવાનો મોકો મળ્યો નથી અને સંસદથી 500 મીટર દૂર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરાયો. રાહુલ ગાંધીએ ગૃહમંત્રીને પ્રશ્ન કર્યો કે જો તેમને જાણ નહોતી તો તે ગંભીર છે, અને જો જાણ હતી તો કાર્યવાહી કેમ ન થઈ. તેમણે વડાપ્રધાનને ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ કરી. આ આરોપો પર ભાજપે રાહુલ ગાંધી પર જૂઠ્ઠાણું ફેલાવવાનો અને વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ
'કુચુ પુચુ', 'ડેલુલુ', FOMO, MIA: Gen-Z સ્લેન્ગના અર્થ
આજના ડિજિટલ યુગમાં, Gen-Z યુવાનો વાતચીતમાં અનેક નવા અને અનોખા શબ્દોનો ઉપયોગ કરે છે, જેને 'Gen-Z Slang' કહેવાય છે. આ શબ્દો માત્ર મિત્રો વચ્ચેની ચેટ પૂરતા સીમિત નથી, પરંતુ તાજેતરમાં પ્રદર્શનો અને સંસદની ચર્ચામાં પણ સંભળાયા છે. યુવાનો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે ટૂંકા અને રમૂજી શબ્દો પસંદ કરે છે. મીમ્સ, રીલ્સ અને ઈન્ટરનેટ ટ્રેન્ડ્સ દ્વારા આ શબ્દો ઝડપથી વાયરલ થાય છે. બદલાતા સમય સાથે આ સ્લેન્ગ દૈનિક વાતચીતનો ભાગ બની રહ્યા છે.
'કુચુ પુચુ', 'ડેલુલુ', FOMO, MIA: Gen-Z સ્લેન્ગના અર્થ
OTT પર 9 નવી ફિલ્મો અને વેબ સીરિઝ!
આ વીકએન્ડ ઘરે બેસીને ફિલ્મો અને વેબ સીરિઝની મજા માણવા માંગતા દર્શકો માટે ખુશીના સમાચાર છે. 29 જુલાઈ થી 2 ઓગસ્ટ 2026 દરમિયાન Netflix, Prime Video, Jio Hotstar, અને Sony LIV જેવા ટોચના OTT પ્લેટફોર્મ્સ પર કુલ 9 નવી ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થવાની છે. "ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2", "હાર્ટબીટ 3", "ઠુકરા કે મેરા પ્યાર 2", "ધ લેજેન્ડ ઓફ કર્ણ" જેવી વિવિધ શૈલીની કૃતિઓ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે.
OTT પર 9 નવી ફિલ્મો અને વેબ સીરિઝ!
સંસદમાં માઈક બંધ, રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં BJP પર ગંભીર આરોપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી ઘટનાને લઈને સંસદમાં મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બોલવા ન દેવાયા અને તેમનું માઈક બંધ કરી દેવાયું. આ અંગે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને ગૃહમંત્રી પર ગંભીર આરોપો લગાવ્યા. સંસદમાં જે વાતો કહેવા ન દીધી, તે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી. જોકે, આ આરોપો પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર જૂઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી નથી.
સંસદમાં માઈક બંધ, રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં BJP પર ગંભીર આરોપ
ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરી કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવાઈ નથી, કે આવો આદેશ અપાયો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' પાત્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવી દેશના યુવાનોનું અપમાન કર્યું છે.
ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર!
ચોમાસામાં ઘરમાંથી આવતી ભેજની દુર્ગંધથી પરેશાન છો?
ચોમાસામાં વધતા ભેજને કારણે ઘરમાં દુર્ગંધ, ફૂગ અને બેક્ટેરિયાની સમસ્યા વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઘરમાં હવાની અવરજવર જાળવવી, ભેજ ઘટાડવા માટે ડીહ્યુમિડિફાયર અથવા એસીના ડ્રાય મોડનો ઉપયોગ કરવો અને દીવાલો પરની ફૂગની સમયસર સફાઈ કરવી જરૂરી છે. કપડાં અને કબાટ હંમેશા સુકા રાખવા તેમજ કપૂર, બેકિંગ સોડા, લીંબુની છાલ અથવા એસેન્શિયલ ઓઇલ જેવી કુદરતી વસ્તુઓથી દુર્ગંધ દૂર કરી ઘરનું વાતાવરણ તાજું રાખી શકાય છે.
ચોમાસામાં ઘરમાંથી આવતી ભેજની દુર્ગંધથી પરેશાન છો?
નડ્ડાનો બચાવ: વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી યોગ્ય, ખડગે સાથે રાજ્યસભામાં તીખી ચર્ચા
સંસદના મોનસૂન સત્રમાં NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તીખી ચર્ચા થઈ. ખડગેએ SFI વિદ્યાર્થીઓની ધરપકડના પ્રયાસો અને CPI(M) ઓફિસમાં પોલીસ પ્રવેશનો મુદ્દો ઉઠાવી લોકશાહી પર પ્રશ્નાર્થ સર્જ્યો. નડ્ડાએ બચાવ કરતા કહ્યું કે, પોતાના વિદ્યાર્થીકાળમાં તેમને પણ જેલ જવું પડ્યું હતું અને જો વિદ્યાર્થીઓ એક્ટિવિઝમ કરે તો કાર્યવાહી સહન કરવા તૈયાર રહેવું પડે.
નડ્ડાનો બચાવ: વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી યોગ્ય, ખડગે સાથે રાજ્યસભામાં તીખી ચર્ચા
રાજકુમાર હિરાણીની ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ની કોરિયન રિમેક?
બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર રાજકુમાર હિરાણીની જિયોહોટસ્ટાર સીરિઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો' કોરિયન રિમેક બની શકે છે. આ લોકપ્રિય ભારતીય સીરિઝના કોરિયન એડપ્ટેશન માટે પ્રારંભિક સ્તરની વાતચીત શરૂ થઈ ચૂકી હોવાની ચર્ચા છે. દક્ષિણ કોરિયાના એક અગ્રણી પ્રોડક્શન હાઉસે આ સીરિઝના ઓફિશિયલ રિમેક રાઈટ્સ ખરીદવામાં ઊંડો રસ દાખવ્યો છે. જોકે, આ ચર્ચા હજુ ખૂબ જ પ્રાથમિક તબક્કે છે. કોરિયન ઓડિયન્સ માટે વાર્તામાં ફેરફાર કરવાની યોજના છે, જેથી તેને સ્થાનિક પ્રેક્ષકોની પસંદગી મુજબ ઢાળી શકાય.
રાજકુમાર હિરાણીની ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ની કોરિયન રિમેક?
રાહુલ ગાંધી: 'સદનમાં માઇક બંધ કરાયું, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ'
રાહુલ ગાંધીએ સંસદમાં દિલ્હીના વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે આ ઘટના અને તેના માટે જવાબદાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધું, ત્યારે BJP એ તેમને બોલવા દીધા નહોતા અને તેમનું માઇક બંધ કરી દેવાયું હતું. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને સંસદમાં ન બોલી શકાયેલી તમામ વાતો દેશ સમક્ષ રજૂ કરશે. સોશિયલ મીડિયા X પર તેમણે કહ્યું કે, "તેઓ મારું માઇક બંધ કરી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના અવાજનો પડઘો રોકી શકશે નહીં."
રાહુલ ગાંધી: 'સદનમાં માઇક બંધ કરાયું, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ'
મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કોર્ટમાં હાજર થવાનું વોરંટ જાહેર!
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પંજાબની એક કોર્ટે વોરંટ જારી કર્યું છે. કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ અંગે આપેલા નિવેદનના સંદર્ભમાં તેમને 19 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલો 2023માં બજરંગ દળના સભ્ય હિતેશ ભારદ્વાજે દાખલ કરેલી ફરિયાદ પર આધારિત છે, જેમાં ખડગે પર બજરંગ દળની PFI સાથે સરખામણી કરવાનો અને પ્રતિબંધ મૂકવાની વાત કરવાનો આરોપ છે. શરૂઆતમાં સિવિલ મનાયેલો આ કેસ હવે ફોજદારી ગણવામાં આવ્યો છે. વ્યક્તિગત હાજરી ન આપવા પર બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી થઈ શકે છે.
મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કોર્ટમાં હાજર થવાનું વોરંટ જાહેર!
પેપર લીક વિરોધી બિલ: અસદુદ્દીન ઓવૈસીની સરકારને ગંભીર ચેતવણી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પેપર લીક વિરોધી બિલ અંગે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી કે કુશાસનને કારણે પડોશી દેશ જેવી સ્થિતિ અહીં પણ થઈ શકે છે, જે આફતને આમંત્રણ આપવા સમાન છે. ઓવૈસીએ NEET પેપર લીક 2024 નો ઉલ્લેખ કરી કહ્યું કે યુવાનો નોકરી શોધવાની આશા ગુમાવી ચૂક્યા છે. તેઓ પેપર લીકને કારણે બરબાદ થયેલા યુવાનો સાથે ઉભા છે. કાયદો બદલવાથી, સેલ્ફી વીડિયો કે રાજીનામાથી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના જીવન પાછા નહીં આવે.
પેપર લીક વિરોધી બિલ: અસદુદ્દીન ઓવૈસીની સરકારને ગંભીર ચેતવણી
હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ પાક નુકશાની અંગે તાત્કાલિક પાક સર્વે અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ભારે વરસાદથી ખેતીની જમીનો, ઉભા પાક, ઘરો અને જાહેર મિલકતોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ગંભીર આર્થિક સંકટમાં છે. હાર્દિક પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, ખેડૂતોને ઉદાર વળતર, બિયારણ સહાય, નાના વેપારીઓને આર્થિક મદદ, આરોગ્ય સુવિધાઓ અને જાહેર સુવિધાઓના પુનઃસ્થાપનની પણ રજૂઆત કરી છે.
હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
સુંદર દેખાવ માટે બદલાઈ રહી છે ભારતીયોની વિચારસરણી
ભારતમાં 'લુક્સમેક્સિંગ'નો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે, જેમાં લોકો વૈજ્ઞાનિક સારવાર, સ્કિન કેર, હેર કેર, ફિટનેસ અને એસ્થેટિક પ્રક્રિયાઓ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં સુધારો લાવવા પર ભાર મૂકી રહ્યા છે. અગાઉ માત્ર સેલિબ્રિટી સુધી મર્યાદિત માનાતી આ સેવાઓ હવે સામાન્ય લોકોમાં પણ સ્વીકારાઈ રહી છે. નિષ્ણાતોની સલાહ અને આધુનિક ટેક્નોલોજી પ્રત્યે વિશ્વાસ વધતા એસ્થેટિક ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને સુંદર દેખાવ હવે જીવનશૈલી તથા આત્મવિશ્વાસ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય બની રહ્યો છે.
સુંદર દેખાવ માટે બદલાઈ રહી છે ભારતીયોની વિચારસરણી
રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
વડોદરા કોર્પોરેશ દ્વારા ડભોઈ રોડ પર રૂ. 5 કરોડના ખર્ચે મહાનગર નાળાની સફાઈ અને નવી પાઇપલાઇનનું કામ થયા બાદ અધિકારીઓએ કચરો રોકવા લગાવેલી સુરક્ષા જાળી હટાવી દીધી છે. કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ આક્ષેપ કર્યો કે આ ગંભીર બેદરકારીને કારણે નાળું ફરી ચોકઅપ થઈ જશે, જેનાથી કરદાતાના નાણાંનો વ્યય થશે. 30 વર્ષ બાદ થયેલા આ કાર્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.
રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આંદોલનને યોગ્ય ગણાવી કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરવું ચિંતાજનક છે. તેમણે વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધની પ્રશંસા કરી અને તેમની લાગણીઓનું સન્માન કરવાની અપીલ કરી. ભાષણ દરમિયાન "Idiot" શબ્દના ઉપયોગને લઈને ભાજપના સાંસદોએ વિરોધ નોંધાવતા ગૃહમાં હોબાળો મચ્યો. રાહુલ ગાંધીએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓની વાત સાંભળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી
ડેટિંગ એપ પર Swipe કરતા પહેલા મહિલાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ
આજકાલ ડેટિંગ એપ્સ માત્ર ઓળખાણનું નહીં, પણ જીવનસાથી શોધવાનું પ્લેટફોર્મ બની ગયું છે. મહિલાઓ માટે અજાણ્યા વ્યક્તિને મળવા કરતાં એપ પર વાતચીત શરૂ કરવી વધુ સુરક્ષિત લાગે છે. પરંતુ ડેટિંગ એપની કાર્યપદ્ધતિ, તેના જોખમો અને પોતાની સુરક્ષા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે. એપ તમારા દરેક Swipe, Pause અને Message પર નજર રાખીને પ્રોફાઇલ નક્કી કરે છે. પોતાની વ્યક્તિગત માહિતી જેમ કે અટક, ઓફિસનું નામ અને ચોક્કસ રહેઠાણ શરૂઆતમાં ન આપવું. નકલી પ્રોફાઇલ ઓળખવા માટે Video Call અને Reverse Image Search કરવું.
ડેટિંગ એપ પર Swipe કરતા પહેલા મહિલાઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ
કેજરીવાલની PM મોદીને ખુલ્લી ચેતવણી!
આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ સામે મોરચો ખોલ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 2023 પહેલાં બનેલી ગાડીઓમાં E20નો ઉપયોગ સુરક્ષિત છે કે નહીં તે અંગે 29 ઓટોમોબાઇલ કંપનીઓએ મોદી સરકારના દબાણને કારણે લેખિતમાં જવાબ આપ્યો નથી. કેજરીવાલે દાવો કર્યો કે સરકાર કંપનીઓને ધમકાવી રહી છે. તેમણે જણાવ્યું કે E20 પેટ્રોલ જબરદસ્તીથી થોપવામાં આવી રહ્યું છે, જે ગાડીઓની માઇલેજ ઘટાડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેમણે PM મોદીને E20નો નિર્ણય શાંતિથી પાછો ખેંચી લેવા કહ્યું, નહીંતર જનતા આંદોલન કરીને નિર્ણય પાછો ખેંચાવશે.
કેજરીવાલની PM મોદીને ખુલ્લી ચેતવણી!
એન્ટી પેપર લીક બિલ પર મહામંથન, આજે લોકસભામાં બોલશે રાહુલ ગાંધી
સંસદના ચોમાસુ સત્રનો આજે મહત્વનો દિવસ છે. લોકસભામાં મંગળવારે 'એન્ટી પેપર લીક બિલ' પર ચર્ચા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલુ રહેશે. બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
એન્ટી પેપર લીક બિલ પર મહામંથન, આજે લોકસભામાં બોલશે રાહુલ ગાંધી
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: 260 મતદાન મથકો પર તૈયારી પૂર્ણ
વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. EVM અને અન્ય મતદાન સામગ્રી 260 મતદાન મથકો પર પહોંચાડવામાં આવી છે. ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી મુખ્ય ઉમેદવારો છે. વરસાદને કારણે કોઈ અડચણ ન આવે તે માટે ડી વોટરિંગ પંપ અને Water proof મંડપની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે મતદાન મથકો બદલવાની પણ યોજના છે. તમામ મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ અને ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. 2 હજારથી વધુ કર્મીઓ કાર્યરત છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પની સુવિધા ઉપલબ્ધ છે.
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: 260 મતદાન મથકો પર તૈયારી પૂર્ણ
સંજય ગાંધીના અવસાનના એક દિવસ પહેલાં, ઇન્દિરા ગાંધીએ ચામુંડા દેવીના દર્શન શા માટે રદ કર્યા હતા?
જાન્યુઆરી 1980માં લોકસભા ચૂંટણીમાં જીત બાદ, ઇન્દિરા ગાંધીના સલાહકાર અનિલ બાલીએ તેમને ચામુંડા દેવીના દર્શન કરવાની સલાહ આપી હતી. 22 જૂન 1980ના રોજ ઇન્દિરા ગાંધીના આગમનની તૈયારીઓ થઈ રહી હતી, પરંતુ 20 જૂને કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો. આ રદ્દીકરણ બાદ મંદિરના પૂજારીએ નારાજગી વ્યક્ત કરી હતી. બીજા દિવસે, સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં થયું અને ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે શું દર્શન ન કરવાના કારણે આવું થયું?
સંજય ગાંધીના અવસાનના એક દિવસ પહેલાં, ઇન્દિરા ગાંધીએ ચામુંડા દેવીના દર્શન શા માટે રદ કર્યા હતા?
ખેડૂત, યુવા અને વિદ્યાર્થી એકજૂટ: CJP અને રાકેશ ટિકૈતની સંયુક્ત રણનીતિ
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓએ ભારતીય કિસાન યુનિયન (BKU) ના વરિષ્ઠ નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનોને એક મંચ પર લાવી સંયુક્ત સંઘર્ષ ઊભો કરવાનો છે. CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને અન્ય હોદ્દેદારોએ આગામી રણનીતિ પર ચર્ચા કરી. સંગઠનનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી. જો આ કેસો વહેલી તકે પાછા ખેંચવામાં નહીં આવે, તો કિસાન સંગઠનો અને યુવાનો સાથે મળી દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
ખેડૂત, યુવા અને વિદ્યાર્થી એકજૂટ: CJP અને રાકેશ ટિકૈતની સંયુક્ત રણનીતિ
43 વર્ષીય ધનુષ: 230 કરોડની પ્રોપર્ટીના માલિક
ભારતીય સિનેમામાં પોતાના અભિનય અને સ્ટાઈલિશ લુક માટે જાણીતા ધનુષ, 43 વર્ષની ઉંમરે 230 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની સાદગી અને અસાધારણ અભિનય ક્ષમતાએ તેમને તમિલ, બોલિવુડ અને હોલિવુડમાં પણ ઓળખ અપાવી છે. ચેન્નઈના પોએસ ગાર્ડનમાં તેમનું ચાર માળનું આલિશાન ઘર અંદાજે 150 કરોડ રૂપિયાનું છે, જે શહેરનો સૌથી મોંઘો વિસ્તાર ગણાય છે. ધનુષ એક ફિલ્મ માટે 20 થી 35 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને એક પ્રોડક્શન કંપનીના માલિક પણ છે.
43 વર્ષીય ધનુષ: 230 કરોડની પ્રોપર્ટીના માલિક
મહારાષ્ટ્ર રાજકારણ: અમિત શાહ બાદ PM મોદીને મળ્યા સુનિલ તટકરે
દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં NCPના બંને જૂથોના વિલીનીકરણની વાતો જોર પકડી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ મતવિસ્તારના લોકસભા સભ્ય સુનિલ તટકરેએ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ, તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ મુલાકાતોને કારણે શરદ પવારની પાર્ટી NDAમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. તટકરેની રાજકીય ગતિવિધિઓ અને PM મોદી સાથેની તેમની ચર્ચા વિકાસ કાર્યો અંગે હોવાનું જણાવાયું છે.
મહારાષ્ટ્ર રાજકારણ: અમિત શાહ બાદ PM મોદીને મળ્યા સુનિલ તટકરે
ટ્રમ્પની બે મોટા નેતાઓ સાથે અલગ-અલગ રૂમમાં મહત્ત્વની બેઠક
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અલગ-અલગ રૂમમાં મહત્વપૂર્ણ બેઠકો યોજી. મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ અને યુક્રેનમાં રશિયા સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા પોતાની વ્યૂહરચના ઘડી રહ્યું છે. આ બેઠકો બંધ બારણે યોજાઈ હતી, પરંતુ તેને સકારાત્મક અને રચનાત્મક ગણાવવામાં આવી. બંને નેતાઓ, ટ્રમ્પ અને ઝેલેન્સ્કી, લિન્ડસે ગ્રેહામની અંતિમયાત્રામાં પણ હાજરી આપી. નેતન્યાહૂ સાથે ઈરાન અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ, જ્યારે ઝેલેન્સ્કીએ એર ડિફેન્સ અને લશ્કરી મદદ માટે રજૂઆત કરી.
ટ્રમ્પની બે મોટા નેતાઓ સાથે અલગ-અલગ રૂમમાં મહત્ત્વની બેઠક
NEET વિરોધી દેખાવોમાં પેલેટ ગન ઉપયોગની મંજૂરી, CRPF રિપોર્ટમાં ખુલાસો
NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, પ્રદર્શનકારીઓ પર SOPs અને રમખાણ-વિરોધી નિયમોનું પાલન કરીને કાર્યવાહી કરાઈ હતી. હિંસા રોકવા ચેતવણી, આંસુ ગેસ અને લાઠીચાર્જ પછી પેલેટ ગન જેવા બિન-ઘાતક સાધનોનો ઉપયોગ કરાયો. RAF ના 47 જવાનો અને 5 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા. દિલ્હી પોલીસની લેખિત મંજૂરી બાદ જ બળપ્રયોગ કરાયો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાશે.
NEET વિરોધી દેખાવોમાં પેલેટ ગન ઉપયોગની મંજૂરી, CRPF રિપોર્ટમાં ખુલાસો
WhatsApp વેબ કોલિંગ, કોલ ટ્રાન્સફર અને અન્ય નવા અપડેટ્સ સાથે આવ્યું
WhatsApp એ નવી વેબ-આધારિત કોલિંગ સુવિધા શરૂ કરી છે, જે યુઝર્સને બ્રાઉઝરથી જ ઑડિઓ અને વીડિયો કૉલ કરવાની મંજૂરી આપે છે. આ અપડેટમાં સ્ક્રીન શેરિંગ, પ્રતિક્રિયા અને અલગ કૉલ ટેબ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. સૌથી મહત્વપૂર્ણ, "કોલ ટ્રાન્સફર" સુવિધા એક ડિવાઇસથી બીજા ડિવાઇસ પર કૉલને સરળતાથી ટ્રાન્સફર કરવાનું શક્ય બનાવે છે. ગ્રુપ કૉલ્સને વધુ સુરક્ષિત બનાવવા માટે "વેઇટિંગ રૂમ" અને ઓડિયો-વિઝ્યુઅલ ગુણવત્તા સુધારવા માટે QuickHD અને નોઈસ સપ્રેશન ફીચર્સ પણ રજૂ કરાયા છે.