જામનગરના આમરા ગામની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
જામનગરના આમરા ગામની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
Published on: 23rd September, 2026

સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમરા ગામની કોબાવાડી સીમમાં સુરાપુરા દાદાના મંદિર પાસે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. વહેલી સવારે દોઢ વાગ્યાના અરસામાં પોલીસે દરોડો પાડતાં ટોચૅબતીના અજવાળે ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગારની રોકડ રૂ.46,200 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.