શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે 8 શખ્સ ઝડપાયા
શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે 8 શખ્સ ઝડપાયા
Published on: 20th July, 2026

સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લાના ગડુ અને માણાવદર વિસ્તારમાં ડીઝલના નામે ભેળસેળયુક્ત બાયોડીઝલનું વેચાણ કરતા નેટવર્ક પર ત્રણ સ્થળોએ રેઇડ કરી. આ કાર્યવાહીમાં 8 શખ્સો ઝડપાયા અને રૂપિયા 2.13 કરોડનો મુદ્દામાલ, જેમાં શંકાસ્પદ પ્રવાહી, વાહનો, રોકડ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો. 5 અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરાઈ છે. પકડાયેલા શખ્સો વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારો અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ.