મોરબીની ‘મામુજી ટ્રેડર્સ’: ૨૦ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત પેકિંગની પ્રેરણાદાયી પહેલ
મોરબીની ‘મામુજી ટ્રેડર્સ’: ૨૦ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત પેકિંગની પ્રેરણાદાયી પહેલ
Published on: 24th August, 2026

પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી થતા ગંભીર નુકસાન વચ્ચે, મોરબીની ‘મામુજી ટ્રેડર્સ’ નામની પેઢીએ ૨૦ વર્ષ પહેલાં, ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૭થી જ પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. આજે પણ, આ 80 વર્ષ જૂની પેઢી તમામ વસ્તુઓ કાગળમાં જ પેક કરીને ગ્રાહકોને આપે છે. પ્લાસ્ટિક મુક્ત વ્યવહાર અપનાવીને, તેમણે સમયથી આગળ વિચારી પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે. આ પહેલ માત્ર વેપાર નહીં, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.