જામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ
જામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ
Published on: 06th October, 2026

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે ગંભીર ગેરરીતિ, પર્યાવરણીય પ્રદૂષણ, દુર્ગંધ અને તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય નીતિન એ.માડમે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પ્લાન્ટ વારંવાર ચાલુ-બંધ થવાથી કચરાના નિકાલની સમસ્યા સર્જાય છે. પ્લાન્ટની કામગીરીથી નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવાનો આક્ષેપ છે. સરકાર સાથેના કરારની શરતોનું પાલન, પર્યાવરણ સુરક્ષા, ગેસ નિયંત્રણ અને લીચેટ ટ્રીટમેન્ટ જેવી વ્યવસ્થાઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જાહેર નાણાંના દુરુપયોગની શક્યતા અંગે સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સી મારફત તપાસની માંગણી કરાઈ છે.