અમર ગામ: વિકાસ, સ્વચ્છતા, સુવિધાઓ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
અમર ગામ: વિકાસ, સ્વચ્છતા, સુવિધાઓ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
Published on: 03rd August, 2026

પોરબંદરના કુતિયાણા તાલુકાનું અમર ગામ સ્વચ્છતા અને વિકાસમાં નવી ઓળખ સ્થાપી રહ્યું છે. નવી ગ્રામ પંચાયત દ્વારા ઈ-રિક્ષા સેવા શરૂ કરાઈ છે, જેનાથી કચરાનો નિકાલ સરળ બન્યો છે. વડીલો માટે સિનિયર સિટીઝન ગાર્ડન અને આધુનિક સાર્વજનિક શૌચાલય, નવા બસ સ્ટેન્ડનું નિર્માણ પ્રગતિમાં છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પેવર બ્લોક, સીસીરોડ, પીવાનું પાણી, નવી સ્કૂલ, આંગણવાડી, સ્ટ્રીટલાઇટો અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રામજનોની એકતા અને ભાઈચારો ગામની વિશેષતા છે.