બનાસકાંઠાના બાદરગઢ ગામમાં સરપંચનો ઐતિહાસિક નિર્ણય!
બનાસકાંઠાના બાદરગઢ ગામમાં સરપંચનો ઐતિહાસિક નિર્ણય!
Published on: 21st August, 2026

બનાસકાંઠા જિલ્લાના બાદરગઢ ગામમાં બાળકોના સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને, મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતે 1 સપ્ટેમ્બર 2026 થી ખાદ્ય પડીકા (જંક ફૂડ પાઉચ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ નિયમનો ભંગ કરનારને 1 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. વધુમાં, વારંવાર નિયમોનો અનાદર કરનારના વીજળી અને પાણીના કનેક્શન પણ કાપી નાખવાની ચીમકી આપવામાં આવી છે. બાળકોમાં વધી રહેલી બિનઆરોગ્યપ્રદ ખોરાકની ટેવને રોકવા અને તેમના સ્વસ્થ ભવિષ્ય માટે આ નિર્ણય લેવાયો છે.