ગુજરાતના પવિત્ર પર્વતો પર રોપ-વે સેવાઓનો 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ
ગુજરાતના પવિત્ર પર્વતો પર રોપ-વે સેવાઓનો 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ
Published on: 21st August, 2026

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે રોપ-વે સેવાઓ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. વર્ષ 2025-26 દરમિયાન, કુલ 47.32 લાખથી વધુ પ્રવાસીઓ અને યાત્રાળુઓએ આ સલામત અને સુગમ રોપ-વે સુવિધાનો લાભ લીધો છે. આ સેવાથી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગજનો માટે દર્શન કરવાનું ખૂબ સરળ બન્યું છે. ઉપરાંત, આનાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે, જે પ્રવાસન અને આર્થિક વિકાસ બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.