ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં પાવરહાઉસ પાસેના ગેરકાયદે દબાણો પર BMCનું બુલડોઝર ફેરવાયું
ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં પાવરહાઉસ પાસેના ગેરકાયદે દબાણો પર BMCનું બુલડોઝર ફેરવાયું
Published on: 09th October, 2026

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા શહેરના ચાવડીગેટ વિસ્તારમાં પાવરહાઉસની દીવાલ પાસે આવેલા ગેરકાયદે કાચા-પાકા દબાણો અને પેશકદમી પર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દબાણોને કારણે ચાવડીગેટ અને પાવરહાઉસ આસપાસ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. મનપાની ટીમે JCBની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો છે, જેનાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને રાહત મળી છે. જોકે, સ્થાનિકોએ દબાણો દૂર કર્યા બાદ પુનઃ દબાણ ન થાય તે માટે કાયમી ઉકેલની માગ કરી છે.