અમદાવાદમાં નવરાત્રી ગરબામાં રાત્રે 12 પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અમદાવાદમાં નવરાત્રી ગરબામાં રાત્રે 12 પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ
Published on: 07th October, 2026

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 11થી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું લાગુ કરાયું છે. ગરબા અને કાર્યક્રમોમાં સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ માટે સમયમર્યાદા અને નોઇઝ પોલ્યુશનના નિયમો નક્કી કરાયા છે. રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી રહેશે, પરંતુ 12 વાગ્યા બાદ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આયોજકોએ નિર્ધારિત સમયમર્યાદા અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને સાયલન્સ ઝોન પાસે પણ માઇક વગાડવા પર નિયંત્રણ રહેશે. નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.