સાસણ ગીર સફારી 9 ઓક્ટોબરથી શરૂ
સાસણ ગીર સફારી 9 ઓક્ટોબરથી શરૂ
Published on: 08th October, 2026

ગીર નેશનલ પાર્ક (સાસણ ગીર) ખાતે સિંહ દર્શન અને જંગલ સફારીનો આનંદ માણવા ઇચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. દર વર્ષે 16 ઓક્ટોબરથી શરૂ થતી સાસણ સફારી આ વખતે 9 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે, જે સામાન્ય કરતાં 6 દિવસ વહેલું છે. ચોમાસા દરમિયાન 4 મહિના માટે બંધ રખાયેલ આ સફારી સિંહોના મેટિંગ પિરિયડ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે માટે બંધ રાખવામાં આવે છે. ગીર, જે એશિયાઇ સિંહોનું એકમાત્ર ઘર છે, તે વિશ્વભરના પ્રવાસીઓ, બોલિવુડ સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.