ધ્રાંગધ્રામાં મોટાભાઈએ નાના ભાઈ પર પાવડાથી હુમલો કરતાં ઈજા
ધ્રાંગધ્રામાં મોટાભાઈએ નાના ભાઈ પર પાવડાથી હુમલો કરતાં ઈજા
Published on: 14th June, 2026

ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે મોટાભાઈએ નાના ભાઈને ખેતરમાં પાવડા વડે માર મારતા નાના ભાઈને ઈજા પહોંચી હતી. 40 વર્ષીય દલસુખભાઈ ચતુરભાઈ હાલાણીએ પોતાના મોટાભાઈ ભરત ચતુરભાઈ હાલાણી પર શેઢા સળગાવવા મુદ્દે બોલાચાલી બાદ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત દલસુખભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસ મથકે નાનાભાઈ દલસુખભાઈની ફરિયાદ પરથી મોટાભાઈ ભરત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.