સૂત્રાપાડામાં અદ્યતન બસ સ્ટેશન બનાવવા Dy.CM હર્ષ સંઘવીને રજૂઆત
સૂત્રાપાડામાં અદ્યતન બસ સ્ટેશન બનાવવા Dy.CM હર્ષ સંઘવીને રજૂઆત
Published on: 09th October, 2026

ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં અદ્યતન એસ.ટી. બસ સ્ટેશનના નિર્માણની માંગ ઉઠી છે. દરરોજ હજારો મુસાફરો, જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાતોનો સમાવેશ થાય છે, તેઓ અપૂરતી સુવિધાઓવાળા બસ સ્ટેશનને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ બારડે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી નવા બસ સ્ટેશન માટે ગ્રાન્ટ ફાળવવાની અપીલ કરી છે. તેમણે બેઠક, પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો તથા દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ પર ભાર મૂક્યો.