નર્મદાના ખોપી ગામમાં વિવાદિત જમીન પર ખેડાણ
નર્મદાના ખોપી ગામમાં વિવાદિત જમીન પર ખેડાણ
Published on: 28th September, 2026

નર્મદા જિલ્લાના ખોપી ગામમાં વિવાદિત જમીન પર ખેડાણના મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. વન વિભાગે રોપા રોપવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા. ખેડૂતોએ વિવાદિત જમીન પર ટ્રેક્ટર વડે ખેડાણ શરૂ કરતાં વન વિભાગના કર્મચારીઓ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે આક્ષેપબાજી પણ થઈ હતી. આ મામલો હાલ ભારે ચર્ચાસ્પદ બન્યો છે.