ગુજરાત બન્યું કોમર્શિયલ પાયલટ તાલીમનું રાષ્ટ્રીય હબ
ગુજરાત બન્યું કોમર્શિયલ પાયલટ તાલીમનું રાષ્ટ્રીય હબ
Published on: 07th October, 2026

ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ તાલીમ માટે દેશનું અગ્રણી કેન્દ્ર બની રહ્યું છે. હાલમાં કાર્યરત પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) ઉપરાંત, ટૂંક સમયમાં વધુ પાંચ FTO શરૂ થવાથી રાજ્યમાં કુલ 10 FTOનું મજબૂત નેટવર્ક તૈયાર થશે. આ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં 5,200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 3,200થી વધુ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) મેળવી ચૂક્યા છે. Public-Private Partnership (PPP) મોડલ હેઠળ વિકસિત આ નેટવર્ક રોજગારી અને સંબંધિત એવિએશન ક્ષેત્રોના વિકાસને વેગ આપશે.