અમદાવાદના વટવાના સદભાવના નગરમાં ગંદકી અને ગટર સમસ્યા
અમદાવાદના વટવાના સદભાવના નગરમાં ગંદકી અને ગટર સમસ્યા
Published on: 26th September, 2026

વટવા રેલવે ક્રોસિંગ પાસે સદભાવના નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા છે. બ્લોક નં. 7, 9, 10, 14, 15 અને 16 પાસે ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં સ્થાનિકો, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. વારંવાર રજૂઆતો છતાં મ્યુનિ. તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.