કચ્છની સરહદે સુરક્ષા મજબૂત
કચ્છની સરહદે સુરક્ષા મજબૂત
Published on: 26th September, 2026

કચ્છની સંવેદનશીલ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ભુજ ખાતે ભારતીય સેના અને BSFના અધિકારીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં સરહદ પરના સંયુક્ત પ્રતિસાદ, લોજિસ્ટિક્સ સહયોગ અને સુરક્ષા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી. પાકિસ્તાને તેની SEASPARK-2026 નૌકાકવાયતને સિર ક્રીક વિસ્તાર સુધી વિસ્તારતા, ભારત દ્વારા સુરક્ષાના પગલાં લેવાયા. પાકિસ્તાની નૌકાદળના ચીફની ક્રીક વિસ્તારમાં મુલાકાત અને "ડિફેન્ડર્સ ઓફ સીરક્રિક" લખાણ ધરાવતો વીડિયો ચિંતા જગાવે છે. આ બેઠકમાં ઓપરેશનલ સંકલન અને માહિતીની આપ-લે પર ભાર મૂકાયો.