મહેસાણામાં NPS સંચય પેન્શન યાત્રા
મહેસાણામાં NPS સંચય પેન્શન યાત્રા
Published on: 09th October, 2026

મહેસાણા જિલ્લામાં પીએફઆરડીએ અને કોમન સર્વિસ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે એનપીએસ સંચય પેન્શન યાત્રાનું આયોજન કરાયું. ઊંઝા ગંજ બજાર, મહેસાણા ટાઉનહોલ અને માનવ આશ્રમ ખાતે યોજાયેલી આ યાત્રામાં નાગરિકોને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS), નિવૃત્તિ આયોજન, બચત અને આર્થિક સુરક્ષા વિશે માહિતી અપાઈ. જિલ્લા લીડ બેંક મેનેજર પ્રિય રંજન કુમાર અને પીએફઆરડીએના માસ્ટર ટ્રેનર ડૉ. ઋત્વિકભાઈ ભાવસારની ટીમે NPS સંબંધિત પ્રશ્નોના નિરાકરણ સાથે યોજનામાં જોડાવા માર્ગદર્શન આપ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પેન્શન અંગે જાગૃતિ વધારવાનો હતો, જેનો સંદેશ હતો 'આજનું સંચય, આવતીકાલની પેન્શન સુરક્ષા'.