પ્રેમસંબંધ બાદ માતા-પુત્રના ભવિષ્યને સુરક્ષિત કરવા યુવકે કર્યા કાયદેસર લગ્ન
પ્રેમસંબંધ બાદ માતા-પુત્રના ભવિષ્યને સુરક્ષિત કરવા યુવકે કર્યા કાયદેસર લગ્ન
Published on: 09th October, 2026

બોટાદ જિલ્લામાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધમાં રહેતી એક વિધવા મહિલા અને તેના પુત્રના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે યુવકે કાયદેસર લગ્ન કર્યા છે. ઘરકામ બાબતે યુવકના માતા-પિતા સાથે થયેલા ઝઘડા બાદ મહિલાએ બોટાદ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)માં અરજી કરી હતી. બોટાદ PBSC અને મહિલા પોલીસ સ્ટેશનની દરમિયાનગીરીથી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કાયદાકીય માર્ગદર્શન અને બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, યુવકે મહિલા સાથે લગ્ન કરવાની અને તેના પુત્રની જવાબદારી સ્વીકારવાની સંમતિ આપી. આ રીતે મામલાનો સુખદ ઉકેલ આવ્યો.