અમદાવાદ મકરબા બ્રિજ પર ટ્રાફિક જામ ઉકેલવાને બદલે તંત્રે રસ્તા બંધ કર્યા
અમદાવાદ મકરબા બ્રિજ પર ટ્રાફિક જામ ઉકેલવાને બદલે તંત્રે રસ્તા બંધ કર્યા
Published on: 25th September, 2026

અમદાવાદ મકરબા ખાતે નવા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, પરંતુ પહેલા જ દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. આ સમસ્યાના ઉકેલ માટે તંત્રે બ્રિજ નીચેના ચાર રસ્તા બંધ કરી દીધા છે, જેના કારણે વાહનચાલકોને લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ અણઘડ કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ છે. બ્રિજનું નિર્માણ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે, અને હવે એન્જિનિયરિંગ અને પ્લાનિંગની ખામીઓ સામે આવી છે.