કાજલ મહેરિયાના નામે નકલી છૂટાછેડાની અરજી, મહેસાણા કોર્ટે પકડી પાડી પોલ
કાજલ મહેરિયાના નામે નકલી છૂટાછેડાની અરજી, મહેસાણા કોર્ટે પકડી પાડી પોલ
Published on: 11th June, 2026

ગુજરાતની લોકપ્રિય સિંગર કાજલ મહેરિયા ફરી ચર્ચામાં આવી છે, કારણ કે તેના નામે કોઈ અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળતાં આ વાતનો ભાંડો ફૂટ્યો. આવા ઘટનાક્રમથી કાજલ અને તેના પતિ સ્તબ્ધ છે. આ નકલી અરજી કોણે કરી તે એક મોટું રહસ્ય સર્જાયું છે. કોર્ટે આ અરજીને રદબાતલ કરી દીધી છે.