મણિપુરમાં 6 નાગા લોકોની હત્યા બાદ રાજ્યમાં તણાવ, 24 કલાકના બંધનું એલાન
મણિપુરમાં 6 નાગા લોકોની હત્યા બાદ રાજ્યમાં તણાવ, 24 કલાકના બંધનું એલાન
Published on: 11th June, 2026

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 28 દિવસથી ગુમ થયેલા છ નાગા લોકોના નિર્દયતાપૂર્વક હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા રાજ્યમાં ફરી તણાવ સર્જાયો છે. આ ઘટનાના વિરોધમાં 'યુનાઇટેડ નાગા કાઉન્સિલ' (UNC) દ્વારા 24 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે. મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાવાશે. ઘટનાની ગંભીરતાને જોતા, મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે કેસની તપાસ NIA ને સોંપવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે કેટલાક વિસ્તારોમાં હિંસા પણ ફાટી નીકળી હતી.