કડી બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ, જાનહાનિ ટળી.
કડી બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ, જાનહાનિ ટળી.
Published on: 30th April, 2026

કડીના કરણનગર રોડથી છત્રાલ હાઇવે બાયપાસ પર મંગળવારની રાત્રે ચાલતી આઈ-10 કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટથી શેરા ચોકડી તરફ જઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળતા ચાલકે સતર્કતા દાખવી ગાડી ઊભી રાખી દીધી હતી. સદનસીબે, કારમાં સવાર તમામ મુસાફરો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી કારને લપેટમાં લેતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.