કચ્છ હાઈવે પર ટ્રેક્ટર લઈને ખેડૂતોનો ગાંધીનગર તરફ રેલી
કચ્છ હાઈવે પર ટ્રેક્ટર લઈને ખેડૂતોનો ગાંધીનગર તરફ રેલી
Published on: 15th June, 2026

મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની હેવી વીજ લાઈન કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ભભૂક્યો છે. જમીન અને ઊભા પાકના નુકસાન સામે યોગ્ય વળતરની માંગણી સાથે હળવદ તાલુકા અને મોરબી જિલ્લાના અનેક ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવા રવાના થયા છે. કચ્છ અમદાવાદ હાઈવે પર જય જવાન જય કિસાનના નારા સાથે ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી રહી છે. કંપની દ્વારા પૂરતું વળતર ન મળતા ખેડૂતોએ ટ્રેક્ટર કૂચ શરૂ કરી છે અને પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.