સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવા રૂ. 61.39 લાખથી વધુનો ખર્ચ
સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવા રૂ. 61.39 લાખથી વધુનો ખર્ચ
Published on: 29th September, 2026

વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા રોડ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં અવરોધરૂપ ડ્રેનેજ લાઈન ખસેડવા માટે રૂ.61,39,875નો ખર્ચ કરવામાં આવ્યો છે. જીએસટી ઉપરાંત, આ કામગીરી GPMC Act ની કલમ 67(3)(સી) હેઠળ માનસી કોર્પોરેશન પાસેથી કરાઈ. ફ્લાયઓવરના પિયર પાઈલની કામગીરીમાં નડતરરૂપ ડ્રેનેજ લાઈનના મશીન હોલને મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી ખસેડવામાં આવ્યો. કોન્ટ્રાક્ટરે અંદાજ કરતાં 17% વધુ ખર્ચ કર્યો.