નવસારી વિજલપોર રેલવે બ્રિજ કામ 5 વર્ષથી ધીમું
નવસારી વિજલપોર રેલવે બ્રિજ કામ 5 વર્ષથી ધીમું
Published on: 04th June, 2026

નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરે વિજલપોર રેલવે ઓવરબ્રિજના સ્થળની મુલાકાત લીધી, જ્યાં છેલ્લા પાંચ વર્ષથી કામગીરી ધીમી હોવાથી જનતા પરેશાન છે. ચોમાસા પહેલાં સર્વિસ રોડ રીકાર્પેટિંગ અને બ્રિજ કામ ઝડપી કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ અપાઈ. કોન્ટ્રાક્ટરે ડિઝાઇન ફેરફાર અને ₹7 કરોડના પેમેન્ટ તેમજ ₹17 કરોડના વધારાના કામના પેમેન્ટ પેન્ડિંગ હોવાની રજૂઆત કરી. મેયરે જનહિતમાં ડિઝાઇન ફેરફારની જરૂરિયાત અને પેમેન્ટમાં મદદની ખાતરી આપી.