વાપી મનપાની સભામાં મિનિટ્સ મુદ્દે વિપક્ષનો હોબાળો
વાપી મનપાની સભામાં મિનિટ્સ મુદ્દે વિપક્ષનો હોબાળો
Published on: 31st July, 2026

વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગત બેઠકોની મિનિટ્સ ન મળતાં વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું. શાસક પક્ષે ભૂલ સ્વીકારીને હવેથી મિનિટ્સ વોટ્સએપ દ્વારા અપાશે તેમ જણાવ્યું. બેઠકમાં સામાન્ય સભા અને સમિતિઓની બેઠક સંચાલન, તેમજ કોર્પોરેટરોના માનદ વેતન ભથ્થા અંગે સરકારમાં દરખાસ્ત કરવા નિર્ણય લેવાયો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકરે બેનર સાથે પ્રવેશ કર્યો, જેના કારણે વિપક્ષ નેતા અને કમિશનર વચ્ચે શાબ્દિક ચકમક ઝરી.