રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
રાધનપુર નજીક એક પુલ પર લોડિંગ રિક્ષા પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાસ્પા ગામના બે યુવાનો લોડિંગ રિક્ષામાં લીંબોળી વેચવા જતી વખતે રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણા ખાતે રિફર કરાયો.
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે 26 પીડિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે કોઈ કાનૂની નોટિસ કે પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા, પોલીસ અને ટોરેન્ટ પાવરની ભૂમિકાને લઈને કડક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો પાલિકાએ કાર્યવાહી નહોતી કરી તો તેના અધિકારીઓ સ્થળ પર કેમ હાજર હતા. SOGના DCPને પણ આગામી સુનાવણીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કેસની વધુ સુનાવણી હવે સોમવારે થશે.
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામ નજીક શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ ગતિએ આવતા બુલેટચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૧ વર્ષીય રોશની ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અંકિતા, રીના અને જાનવી નામની અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારનો આરોપ છે કે બુલેટચાલક દારૂના નશામાં ધૂત હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. આ નિમણૂકો 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવી IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને સ્થાનિક વાતાવરણીય દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસુ ટ્રફની સક્રિય અસરના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ જૂનથી શરૂ થતા આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ મોસમી સિસ્ટમ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી ચોમાસાને વેગ આપશે, જે ગરમીથી પરેશાન નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ ચોમાસુ વાવેતર કરતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક નીવડશે.
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ મગફળીના બિયારણની ફ્રી કીટ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ લાભ આપવાના નિર્ણય સામે અન્ય તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. ઓનલાઈન નોંધણી બાદ પણ લાભથી વંચિત રખાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ તાલુકાઓને સમાવવા માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સુરક્ષા માટે આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની અવરજવર દરમિયાન કોઈ દુર્ઘટના ન બને. સાથે જ માર્ગ પરના દબાણો, લટકતા વાયર અને અન્ય જોખમો પણ દૂર કરાશે. જમાલપુર મંદિર ખાતે રથોના સમારકામ અને ધાર્મિક વિધિઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી 'આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર' હોસ્ટેલમાં 10 વર્ષની વિદ્યાર્થિની આયુષીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી માસૂમ બાળકી અછબડા અને તાવથી પીડાતી હોવા છતાં, હોસ્ટેલ પ્રશાસને તેના માતા-પિતાને અંધારામાં રાખ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ, પરંતુ તે પૂર્વે જ મૃત જાહેર કરાઈ. પરિવારે હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
અમદાવાદ સાયબર ક્રાઈમ હેઠળ, એક રિયલ એસ્ટેટ એજન્ટ સાથે RBI (Reserve Bank of India)ની ખોટી ઝિપ ફાઈલ મોકલી વિશ્વાસઘાત થયો છે. ઠગે એજન્ટના ઓફિસ કમ્પ્યુટરને હેક કર્યું અને ત્યારબાદ બોસના નામે નકલી WhatsApp એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટ પાસે ₹1.5 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. આ ઘટનામાં, એક અજાણ્યા નંબર પરથી આવેલી ઝિપ ફાઈલ ખોલતા સિસ્ટમ હેક થઈ ગઈ, જેના પગલે આ મોટું આર્થિક નુકસાન થયું. આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે.
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આજે, 25મી જૂને, બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિત 11 મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થશે. આ સાથે, AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોની નિમણૂક પણ થશે. નવી કમિટીઓમાં જાતિ, વર્ગ અને ઝોન જેવા રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને સત્તાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાશે.
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલનમાં મહત્વના ફેરફારો કરાયા છે. હવે ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને પશ્ચિમ અમદાવાદના મુસાફરોની સુવિધા માટે આંબલી રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાણંદમાં પણ ટ્રેન રોકાશે, જેથી પ્રવાસીઓને કાલુપુર જવાની જરૂર નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી શકશે.
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૨૧,૦૦૦ કરોડનું ૨૯૮૮.૨૧ કિલો હેરોઇન જપ્ત થયું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન અને અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરતું હોવાનું NIAની ચાર્જશીટમાં જણાવાયું છે.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની. 5 વર્ષનો બાળક તેના દાદાની નજર સામે દૂધ લેવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ત્રાટકેલી સિંહણે તેને ઉપાડી લીધો. ગામલોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે બાળકનો મૃતદેહ મળ્યો. છેલ્લા મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂર્યું છે અને અન્યને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે.
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 25 જૂન માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી આપી છે. અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ વધ્યું છે. ખેડૂતોને પાકનું રક્ષણ કરવા અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વીજળી દરમિયાન ખુલ્લા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
અમદાવાદના રોહિત નામના યુવક, જે ક્રિકેટનો દિવાનો હતો, તેણે તાજેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેની અંતિમયાત્રામાં 100 થી વધુ મિત્રો બેટ અને બોલ સાથે જોડાયા અને તેમણે કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આ અનોખી અંતિમયાત્રાએ સૌને ભાવુક કરી દીધા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રોહિતને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીઓ મળતી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash(બિકેશ), UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
૯૧ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ પ્રભાવતીબેને 'નાનીસ નાસ્તા' નામનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો. દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠીને તેઓ દિલ્હીવાસીઓ માટે ઢોકળા, દાળ ઢોકળી, થેપલાં જેવી વાનગીઓ બનાવે છે. તેમની અદભૂત સફર જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના પ્રશંસક બન્યા છે. પ્રભાવતીબેન કમાણીના હેતુથી નહીં, પણ પ્રવૃત્તિમય રહેવા અને સમાજસેવા માટે આ વ્યવસાય કરે છે. તેમને 'યંગેસ્ટ શેફ ઇન ઇન્ડિયા'નો એવોર્ડ પણ મળ્યો છે.
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
કવાંટ તાલુકાના નાખલ, મોગરા અને કરવી જેવા અંતરિયાળ ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નેટવર્ક નબળું પડતાં, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં 108 જેવી ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. ગ્રામજનોએ BSNLના કનેક્શન લીધા છે, પરંતુ માત્ર 10માંથી 2 દિવસ જ નેટવર્ક ચાલુ રહે છે. અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં ન લેવાતા, સરપંચો અને આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાટણ શહેરમાં આગામી 25 અને 26 જુનના દિવસે યોજાનાર મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતીપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે મહોરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે ચર્ચા કરી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા સહિત જુલુસ દરમિયાન તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અભેસિંહ તડવીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે રૂા. 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું. અમરોલી ગામે રૂા. 2.94 કરોડના ખર્ચે આધુનિક કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન થયું, જેનાથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
આગામી સમયમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતીપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર સંપન્ન થાય તેવા હેતુથી સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા તાલુકાના સરિયદ અને દેલીયાથર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સરસ્વતી પીઆઈ જે.આર ચૌધરી સહિતના સ્ટાફે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને શાંતીપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
ડભોઈમાં ચોમાસાની તૈયારીઓ નિષ્ફળ નીવડી રહી છે. સરિતા ફાટકથી નીલકંઠ અને ગાયત્રી સોસાયટી સુધીના વરસાદી કાંસ માટી અને કચરાથી ભરાઈ ગયા છે. આ કારણે દર ચોમાસે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેનાથી રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને નુકસાન થાય છે. સ્થાનિકોએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આજે રહીશોએ ભેગા મળીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી છે.
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
હિંમતનગર નજીક ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ, એકસાથે માત્ર ત્રણ ટ્રેક્ટર લેવાતાં લાંબી કતાર, અને ગોડાઉનમાં અનાજ ખાલી કર્યા બાદ બેગમાં ભરવાની ધીમી ગતિને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદ કેન્દ્ર પર બેસવાની, છાંયડાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂત આલમમાં રોષ વ્યાપ્યો છે.
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ બાદ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કરાયો.
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મુખ્ય અતિથિ સંદિપસિંહ એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૩૦ દીકરીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો, જેમાં બાલવાટિકામાં ૨૦ અને ધો.૧માં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. દાતાઓ દ્વારા દફ્તર અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. સંદીપસિંહ ગોહિલે શાળાની પ્રગતિની પ્રશંસા કરી અને દીકરીઓને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા ઉદાહરણો આપ્યા.
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
હિંમતનગરના સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા
સાબરકાંઠા SOGએ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોલી ગામમાં એક ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરનાર ઉનાજી દિનેશભાઈ ખરાડીને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે દરોડો પાડી 15.580 કિલોગ્રામ વજનના ગાંજાના 10 છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 7.79 લાખ છે. આ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ઉનાજી ખરાડી સામે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
છોટાઉદેપુરના બોડેલીમાં સોમનાથ સોસાયટી ખાતે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકીની રેલિંગ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ટાંકીની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યા છે. લગભગ 30-35 વર્ષ જૂની આ ટાંકીના પિલરોમાં તિરાડો પડી છે અને તેના કાંકરા તથા પોપડા પણ નીચે પડે છે. લોકો તાત્કાલિક સમારકામ અને નવી ટાંકીની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના બાયપાસ રોડ પર ફરજ પર જઈ રહેલા પોલીસ કર્મી અરવિંદભાઈ ગમારને બુધવારે એક અજાણી કારના ચાલકે ટોલટેક્ષ નજીક પુરઝડપે વાહન હંકારી અડફેટે લેતાં તેમને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે CCTV ફુટેજની ચકાસણી કરીને કારચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.