જ્ઞાનેન્દ્રસિંહ મલિક રાજ્યના નવા DGP બન્યા, પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું
જ્ઞાનેન્દ્રસિંહ મલિક રાજ્યના નવા DGP બન્યા, પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું
Published on: 08th June, 2026

જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગુજરાતના 41મા DGP તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને સાઈબર ક્રાઈમ તથા ડ્રગ્સ જેવા દૂષણને રોકવાની પ્રાથમિકતા જણાવી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. 1993 બેચના IPS અધિકારી મલિકે વિવિધ શહેરો અને BSF, CISF જેવી કેન્દ્રીય એજન્સીઓમાં પણ સેવા આપી છે. તેમના આગમનથી રાજ્યને પાંચ મહિના બાદ કાયમી DGP મળ્યા છે.