રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ.
રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ.
Published on: 08th June, 2026

નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પોતાના ઇન્સેન્ટિવ અને પગાર વધારાની માગણી સાથે એકઠી થઈ હતી. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે. મોંઘવારીના જમાનામાં માત્ર ₹2000ના મામૂલી ઇન્સેન્ટિવ અને તેના પણ ત્રણ મહિનાથી વિલંબિત ચૂકવણીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. બહેનોએ ફિક્સ પગાર અને પ્રોત્સાહન રકમમાં 50 ટકા વધારાની માંગ કરી છે.