સુરત ડિમોલિશન: જનરલ ડાયર ગણાતા DCP નકુમ પર સવાલો
સુરત ડિમોલિશન: જનરલ ડાયર ગણાતા DCP નકુમ પર સવાલો
Published on: 11th June, 2026

સુરતમાં નાસીરનગર ઝૂંપડપટ્ટીના તોડી પડાયેલા ઘર બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મનપાએ કોઈ ઓર્ડર ન આપ્યો હોવાનું કહેતા, આ 'ભૂતિયા ડિમોલિશન' પાછળ કોણ? પ્રશ્ન ઉભો થયો છે. કોંગ્રેસના અસ્લમ સાયકલવાલાએ DCP રાજદીપસિંહ નકુમને જનરલ ડાયર ગણાવ્યા અને પૂછ્યું કે શું તેમણે ગરીબોને ઘરવિહોણા કરવાની 'સોપારી' લીધી હતી? SOG દ્વારા 7 ગુનેગારોની યાદી જાહેર કરાઈ, પરંતુ તે અપૂર્ણ હોવાના આક્ષેપો છે. આ ઘટનામાં પોલીસની ભૂમિકા અને કાયદેસરતા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે, જેને પગલે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.