22 વર્ષથી ખાડીપૂરની પીડા હવે જનઆંદોલનમાં પરિવર્તિત
22 વર્ષથી ખાડીપૂરની પીડા હવે જનઆંદોલનમાં પરિવર્તિત
Published on: 03rd August, 2026

સુરતના મગોબ–મીઠી ખાડી વિસ્તારના લોકો 22 વર્ષથી વારંવાર ખાડીપૂરની આફત સહન કરી રહ્યા છે અને હવે કાયમી ઉકેલ માટે આરપારની લડતના મૂડમાં છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ચળવળ હવે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. રવિવારે યોજાયેલી બેઠકોમાં રહીશો, વેપારીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સરકારના ઉચ્ચ નેતાઓ સમક્ષ સીધી રજૂઆત, ખાડીપૂરનો કાયમી ઉકેલ અને જાહેર હિતની અરજી (PIL) સુધી જવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં બેઠકો યોજી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારને એક મંચ પર લાવવાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.